Gujarati Good Morning videos by AJ Jaini Watch Free
Published On : 25-Feb-2019 08:00am1.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
20 Comments
તેજલ , આભાર. અને ખૂબ સુંદર અને દિલ ને સ્પર્શી જાય તેવી વાત કરી . વડીલ ની જોડે સૌથી વધારે જિંદગી નો અનુભવ હોય છે એટલે જ એમને ખબર છે . ટોક્યા કરતા ભૂલ કરે છે તો કરવા. દો. કેટલી સમજણ સાથે જીવતા હોય છે તેઓ.
કમલેશ ભાઈ , પ્રેમની કોઈ વ્યાખ્યા નથી . જેવા છીએ તેવા સ્વીકારવાની સમજણ અને પોતાની જાત નું સમર્પણ.
કમલેશભાઈ , વાહ . આવો પ્રેમ અત્યારે શોધવો ખૂબ અઘરો છે. અને દાદા ના ગયા પછી દાદી જોડે બેસવું અને બસ એમને એકલું ના પડવા દેવું.
ખરેખર બેન.. પ્રેમ સમજણનો વિષય નથી. એ તો એક અનુભતી છે જેને માણવામાં મઝા રાખવી. જાણવામાં નહિ.
નીરવભાઈ , વાહ . અને આવા સરસ પ્રેમ ના ઉદાહરણ પરથી આપણને પણ એક નવી ઊર્જા મળે પ્રેમ વહેચવાની
કાચ જેવા સ્વભાવ પર લાગણી દુભાયાના ઘસરકા રોજ પડે
તોય મૌન રોજ રહે છે વડીલ કે મારા કુટુંબમાં તિરાડ ના પડે
ખુબજ હૃદયસ્પર્શી રજુઆત જૈની....... સુંદર......
ખરેખર આજના યુવાનો તકલાદી અટ્રેકશનને પ્રેમ કહી પ્રીતને લજાવે છે ત્યારે બવ લાગી આવે છે... પ્રેમ એટલે સમર્પણ એમાં કોઇ શર્તો ના હોય બસ એકબીજાની ખુશી જોવાની હોય...ભલે એ આપણી સાથે હોય કે ના હોય...શું ફેર પડે... ખુશ છે એટલું કાફી નથી...?
દાદા-દાદી.....શું કહું એમના વિશે... બધું ઓછું પડે... હાઁ એમના પ્રેમની એક વાત કહેવી છે, જે દાદા હંમેશા કહેતા કે, હું જ્યારે ધાનની સાંઢગાડી ભરી કરાચી જતો ત્યારે તારી દાદી બવ ચિંતાગ્રસ્ત રહેતાં, તો વાડીમાં આજે ઘણું કામ છે રાતવાસો કરવો પડશે કહીને વાડીએથી સીધો કરાંચી તરફ નીકળી પડતો અને ધાન વેચીને દિ'ઉગ્યા મોર પાછો ઘર ભેગો થઇ જતો...અને એ જ ચિંતા આજે જ્યારે હું ગામના ચોરે જવા નિકળું છું તોય દેખાય છે.@ આ હતી એમની પ્રીત... દાદા તો દેવ થયા... દાદી હજુ પ્રીતની મશાલ સળગાવીને જાજરમાન બેઠાં છે...
હા... મારા નાના નાનીમેં જોયા હતાં.. એમનો ઘડપણનો અપાર પ્રેમ... એકબીજાની ચિંતા.. લાગણી.. અને એમને જોઈને જ મને આ ગીત સ્ફુર્યું હતું...
@નીરવભાઈ , વાહ. પ્રેમ ની પરિભાષા એ ડોશા ડોશી હાથ માં હાથ નાખીને ચાલતા જતા હોય. એ. જ ને?
એક ડોશાના હાથમાં ડોશીનો હાથ,
પછી તાજી એ યાદો ને વાતો નો વરસાદ
ના ચિંતા છે ગામની, ના દુઃખનો સંતાપ
આપણે જ એકમેક નો ઘડપણ સંગાથ
એક ડોશાના હાથમાં ડોશીનો હાથ,
પછી તાજી એ યાદો ને વાતો નો વરસાદ......
#શ્યામ
સચીનભાઈ , આભાર.